બીજા દિવસે નિશીથે કારને ઘોઘા તરફ જવા દીધી. કારની સાથે વિચારયાત્રા પણ ચાલુ હતી. આગલે દિવસે તે લોકો જ્યારે દાદાને ત્યાંથી નીકળ્યા પછી દાદાએ રઘુવિરભાઇનું કાર્ડ આપેલું તેમાં જોયું તો રઘુવિરભાઇનું એડ્રેસ સુરતનું હતું. તે લોકોએ ઘોઘાથી દહેજની ફેરી સર્વિસમાં સુરત જવાનું નક્કી કર્યુ હતું. તે માટે આજે અહીંજ ક્યાંક રોકાઇ જવાનું નક્કી કરી હાઇવે પર આવેલી ‘રંગોલીપાર્ક હોટેલ’ પર કારને લીધી. હોટલમાં જઇ નિશીથે બે રૂમ બુક કરાવ્યા. એક ચાવી નિશીથે પોતાના પાસે રાખી અને બીજી કશિશને આપતા કહ્યું “લે આ ચાવી પહેલા આપણે ફ્રેસ થઇ જઇએ પછી નીચે મળીએ.” એમ કહી નિશીથ અને સમીર તેના રૂમમાં ગયા અને