અમદાવાદ બંદરનો સ્વપ્નદૃષ્ટા. દીવાન બહાદુર શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતા. ગુજરાતનાવીસરાએલા નરરત્નો. ગુજરાતની ધરતીએ અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે. તેઓ તેમના જીવન દરમ્યાન તેમના કાર્યની સુવાસ મુકી જાય છે. સમયનો વહેતો વાયુ તે સુવાસ ચારેકોર પ્રસરાવી વર્તમાન અને ભવિષ્યને વિસારી ભૂતકાળની ગર્તામાં ભંડારી દે છે. આવાવિસરાયેલ એક દિવંગત મહાપુરુષની ૮Oમી સંવત્સરી (મૃત્યુ તિથી) ૨૦-૦૩-૨૦૧૯ ગઈ. આ સ્વાશ્રયી અને પ્રતાપી મહાપુરુષ ની થોડી જીવન ઝરમર . આપને અગમ નિગમ અને ચર્ચાસ્પદ સરી જતી રેતી નવલકથા રચી ગુજરાતી સાહિત્યમાં ખળભળાટ મચાવી પદાર્પણ કરનાર સ્વ. શ્રી યશોધર મહેતા યાદ હશે જ તેઓશ્રીના પિતા અને સંગીત રસિયાઓને સંગીતનું ઘેલું લગાડી, ભારતભરના માનવંતા અને જાણીતા પંડિતો અને ઉસ્તાદોનેઆમંત્રી અમદાવાદને આંગણે રજુ કરનાર સપ્તક ના પ્રણેતા સ્વ. નંદનભાઈના દાદાજી તે સ્વ.નર્મદાશંકર