ચીસ - 11

(197)
  • 8.2k
  • 10
  • 4.4k

(પોતાનો જીવ બચાવવાની લાલચમાં પીટર ફરી હવેલી માં જઈ પહોચે છે હવે આગળ.) પીટરે ગજવામાંથી તાબૂતની કિ ને ભૈરવની મુખાકૃતિના મુખમાં જેવી ગોઠવીને ઘુમાવી કે લોઢાના ચક્કર ફરતા હોય એવી ધીમી ઘરઘરાટી સંભળાઈ. અચાનક કૂતરાઓનું રુદન સાંભળી પિટરના મનમાં હલચલ થઈ ગઈ.તાબૂતની આસપાસ જોરજોરથી ભમરાઓનો ગણગણાટ સંભળાવા લાગ્યો.ભયંકર સન્નાટામાં કોઈ પંચધાતુનું વાસણ પટકાયું હોય એવો અવાજ થયો. ચમકી ગયેલા પીટરે મોબાઈલના સિમિત ઉજાસમાં અવાજના ઉદ્ગમસ્થાન તરફ દ્રષ્ટિ ઠેરવી.તાંબાની તાંસળી જેવું એક બર્તન ભૂમિ પર પછડાઇને ગોળ ગોળ ફરતું હતું એકધારી નજરે પીટર એને જોતો રહ્યો.કમરામાં કોઈ બીજું હોઈ શકે એવો લેશમાત્ર અણસાર પણ કળાતો નહોતો છતાં અત્યારે એના શરીર