ઍક ટ્રેન ભારત તરફ

(12)
  • 1.3k
  • 474

       1947નો સમયગાળો.આઝાદી મળી અને બે રાષ્ટ્રોનું સર્જન થયું, ભારત, પાકિસ્તાન. ઝીણાની જીદ આગળ અન્ય નેતા જુકી ગયા.બે દેશ બન્યા અને પોતાના દેશમાં જવાની મુસાફરીમાં લડાઈ ઝઘડા અને કત્લેઆમ શરૂ થઇ.પાકિસ્તાનથી જે પણ ટ્રેન ભારત આવતી હતી એમાં બસ લાશો જ હતી.તો ભારતથી પાકિસ્તાન જતી ટ્રેનોને પણ અડધા રસ્તે રોકીને કે પાટા ઉથલાવીને ટ્રેન રોકી દેવાતી અને બાદમાં વીણીવીણીને હત્યાં કરવામાં આવતી હતી.પણ આપણી કહાની છે,પાકિસ્તાનથી ભારત આવી રહેલા વેપારી અને મજૂરો અન્યમાં હરિજન,મુસલમાન અને બ્રાહ્મણ પણ હતા.વેપારી હતા એમને લડાઈ ઝગડા સાથે દૂરનો સંબંધ નહિ.તો હરિજનમાં જે હતા એ ત્યાં પોતાના વ્યવસાય પણ કરતા હતા અને છૂટી