કર્મયોગી કાનજી-૫આગળના ભાગમાં આપણે જોયું કે શેઠ ધરમચંદ અને એમના પત્ની સાથેની વાટાઘાટોમાં ખુબ ગહનતા હતી. થોડી ક્ષણોમાં શેઠ એમના વેવાઈ અને જમાઈ સાથે ચાલી નીકળે છે અને કાનજી પાસે આવી પહોંચે છે હવે આગળ,'શેઠ, આપ અહીંયા?? આવો, બિરાજો... આમ ભર તડકે તમારે આવવું પડ્યું? વાત શી છે ?', કાનજીએ નમ્રતાથી કહ્યું. શેઠ ખાટલામાં બિરાજે છે અને સાથે વિજય અને શેઠના જમાઈ પણ બેસે છે. બધા બેઠા પછી કાનજી ચાહ માટે ખેતરમાં કામ કરતા મજુરને બોલાવે છે અને ચાહ-નાસ્તાની વ્યવસ્થા કરવા કહે છે. ગમે તે હોય સાહેબ, ઘરે આવેલ દરેક માણસ દેવ સમાન છે એટલે એમની અગતા-સ્વાગત તો કરવી જ