અપરાધી અને ઇન્સ્પેકટર પટેલ (ભાગ-૧)

(53)
  • 4.2k
  • 11
  • 2k

ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ ઊંડા વિચારમાં હતા. 'કોણે આવી અજીબ રીતે હત્યા કરી હોવી જોઈએ?' 'આટલી મોડી રાત્રે કોણ હોય જે જયંતની સાથે હોય?' 'જરૂરથી જ કોઈ એનું ઓળખીતું હોવું જોઈએ કે જેની સાથે ઘણા સમય પહેલાથી જયંત સતત કોન્ટેકટમાં હતો.' 'એ વ્યક્તિ નિયમિત રીતે એના ઘરમાં આવતું જતું હોવું જોઈએ.' આ તમામ વિચારો કોઈ રબરબેન્ડની માફક ઇન્સ્પેક્ટર પટેલના મગજની નસો ખેંચી રહ્યા હતા. જયંતના મૃત્યુને હજી ચોવીસ કલાક જ થયા હતા. આજે વહેલી સવારે એની ડેડ બોડી એના પોતાના જ ઘરમાંથી બરામદ કરી હતી. જયંતના કુટુંબમાં એની પત્ની અને એક છોકરા સિવાય કોઈ નહતું. જયંત આમ તો ધનાઢય કુટુંબ સાથે તાલ્લુખ