નો રીટર્ન-૨ ભાગ-૭૯ “ કાર્લોસનાં ધ્યાનમાં આવ્યું હતું કે સૌથી છેલ્લે એ ખજાના પાછળ સાજનસીંહ પાલીવાલ અને વીરસીંહ જોગી નામની બે વ્યક્તિઓ ગઇ હતી અને તેમની પાસે જ એ વિશે સૌથી વધું માહિતી હતી. બસ... ત્યાં જ ગરબડ ઉભી થઇ હતી. કાર્લોસે સાજનસીંહ પાલીવાલ, એટલે કે મારા દાદાનું અપહરણ કરાવ્યું અને તેમને ટોર્ચર કર્યા કે તે એમને ખજાના વિશે જણાવે. “ “ માય ગોડ...! એનો મતલબ કે આ કાર્લોસ મારા દાદા વિશે પણ જાણતો હતો. એક મિનિટ... એક મિનીટ... “ અચાનક હું ચોંકયો હતો. મને એક ભયંકર વિચાર આવી ગયો અને ભારે આશ્વર્યથી મારું મોં ખૂલ્યું. “ અને