વાત એક રાતની .

(100)
  • 4.8k
  • 19
  • 1.1k

રાત્રિનો દોઢ વાગ્યો છે.મેઘલી રાત છે. વરસાદનાં ખેંચાવાને લીધે લંઘાતા બાજરામાં પાણી આપવાનું ચાલુ કર્યું છે. આજે લાઈટ નો રાત નો વારો હોવાથી સાજણ પાણી પાવા વાડી તરફ જઈ રહ્યો છે. ગમે તેવી અંધારી રાતે પણ થોડો-ઘણો તારલા નો ઉજાસ હોય છે. પરંતુ આજે આકાશમાં વાદળો હોવાથી અંધારું ઘનઘોર છે. સાજણ ના હાથમાં ટોર્ચ તો છે પરંતુ રસ્તામાં ચાલુ રાખે તો પાણી વાળતી વખતે ટોર્ચ નું ચાર્જિંગ ઉતરી જાય એટલે તે ટોર્ચ ચાલુ કરતો નથી. આમ તો આ રોજનો રસ્તો હોવાથી સાજણ ના પગે જાણે આંખો હોય તેમ ચાલ્યો જાય છે. રોજ