તમાચો .

(42)
  • 3.9k
  • 6
  • 1.2k

“તમાચો.” મારે મોહિતસરને પહેલા જ કહી દેવાની જરૂર હતી કે મને આ પ્રકારનું કામ ન સોંપે. પણ હવે હા પાડી દીધી એટલે કશું જ ન થાય. એન.જી.ઓ.માં મારુ મુખ્ય કામ પતિ-પત્નીઓના ઝગડાઓમાં સમાધાન કરાવવાનું. અને આ શું? એક બાળકનું કાઉન્સેલિંગ? મેં ક્યારેય નહોતું કર્યું. હા પતિ-પત્નીના ઝગડા નિપટાવવાનું કામ સરળ છે. જેમ તેમ વિટલો વાળીને પણ પરિપક્વ માનસને સમજવા અને સમજાવવા સરળ તો ખરા! રોહિની બાળ-સુધાર ગ્રહ પાસે બાઇક પાર્ક કરી મેં ગેટ ઉપર ઉભેલા ચોકીદારને મોહિતસરે આપેલ કાગળ બતાવ્યો કે તરત મને અંદર જવા દીધો. એક બાળકનાં દિમાગમાં ઘૂસવું સરળ છે એવું મને મોહિતસર કહેતા,