ચિત્રકાર

(13)
  • 5k
  • 2
  • 1.6k

ચિત્રકારએન્જી. ડ્રોઈન્ગનાં પ્રેક્ટિકલનો મોટો ખંડ, એમાં પણ દરેક વિદ્યાર્થી માટે અલાયદો ડેસ્ક, જેમાં ડ્રાફ્ટર અને ડ્રોઈન્ગ શીટ જેવી સામગ્રીઓ ગોઠવી શકાય. આજથી એન્જી. ડ્રોઈન્ગ વિષયના પ્રોફેસર મિસ.ખુશ્બુની બદલી થવાથી નવા પ્રોફેસર મી.હિરેન સર ચાર્જ સંભાળતાની સાથે જ અમારો પ્રેક્ટિકલ લેવા પહોંચ્યા. અરે જીગર! તારું ડ્રોઈન્ગ તો બહું ખરાબ બને છે યાર. તું ડ્રોઈન્ગ બનાવતી વખતે થોડું ધ્યાન રાખતો હોય તો. આમપણ તને ઇલેક્ટ્રિકલનાં બધાં વિષયોમાં સારા માર્ક્સ આવે જ છે. પરંતુ... આ એન્જી. ડ્રોઈન્ગમાં તને ભગવાન જાણે કેટલા માર્ક્સ આવશે? રવિ, મને ભાષણ આપવાનું બંધ કર. શું હું નથી જાણતો કે ડ્રાફ્ટરની મદદથી પણ મારાથી સીધી લીટી નથી દોરી શકાતી? પણ હું