"મારા કંઈ કહેવાથી શું બદલવાનુ છે ?હુ હા કહુ ,કે ના કહુ. છેલ્લો ફેસલો તો તમારો જ રહેશે ને...! " "ના બેટા ,તુ કહી તે માન્ય ગણાશે. એકવાર ખુલ્લા દિલથી તુ કોઈને વાતતો કરી જો મને નહીં તો તારા મમ્મી, ભાઈ-ભાભી કોઈપણને કહી દે તારે કેવુ ઘર જોઈએ કેવો વર જોઈએ હુ તારા માટે તેવુ ધર ગોતી લાવી." "ખરેખર પપ્પા તમે મને સમજતા હોય તો મારા માટે છોકરા જોવાનુ બંધ કરી દો. મારે પેહલા કંઈ કરવુ છે ,પોતના પગ પર ઊભા રેહતા શીખવું છે. હું હજી કોઈ બંઘનમા બંઘવા લાયક નથી'' "પણ એક દિવસ તો બંઘાવુ જ પડશે ને