નો રીટર્ન-૨ ભાગ-૭૮

(336)
  • 6.9k
  • 24
  • 4.9k

નો રીટર્ન-૨ ભાગ-૭૮ એમેઝોન ફોરેસ્ટમાં ન ભૂતો ન ભવિષ્યતી એવી ભિષણ જંગ ખેલાઇ ગઇ. કંઇ કેટલાય શવ પડયા હતાં. એક ભેંકાર સન્નાટાએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. વિનીત તેનાં આખરી શ્વાસો ગણતો હતો. અમને બચાવવા તેણે પોતાનાં પ્રાણોની પણ પરવા કરી નહોતી અને અમારી તરફ છૂટેલા તીરને તેણે પોતાનાં શરીર ઉપર જીલ્યા હતા. તેનાં એ પગલાંથી હું સન્નાટામાં રહી ગયો હતો. સાચું કહું તો વિનીત મને ક્યારેય પસંદ આવ્યો જ નહોતો. મને હંમેશા તેને લઇને અન-સિક્યોર ફીલ થતું રહયું હતું. અનેરીની બાબતમાં તે મારો પ્રતિસ્પર્ધી હતો. અમે બન્ને અનેરીને ચાહતા હતાં અને તેમાં વિનીત બાજી મારી જવાનો હતો એમાં