ફૂટપાથ

(32)
  • 3.7k
  • 1
  • 1k

રામુ અને સવલી કડકડતી ટાઢમાં એક બીજા સાથે વીંટાળવાની કોશિશ કરી રહ્યા હતાં. ફાટેલી સો થીગડા વાળી ચાદર માથા તરફ ખેંચો તો પગ ઉઘાડા કરતી હતી, અને પગ તરફ ખેંચો તો માથું ઉઘાડું કરતી હતી!!સવલી સાત વરસની અને રામુ નવ વરસનો!! દાદર ના ફૂટપાથ પર મુંબઈ સમાચારનું છાપું બિછાવી એના પર સૂઈ રહેલા હતાં. સવલી ફાટેલું,મેલું ફ્રોક અને રામુ અડધી ફાટેલી ચડ્ડી માં થરથરી રહ્યાં હતાં. બાજુમાં એક કૂતરો જીભ બહાર કાઢી લાળ પાડી રહ્યો હતો.બન્ને ને એટલી ખબર હતી કે બન્ને ભાઈ બહેન છે!!ક્યાંથી ખબર પડી એ એમને પણ ખબર નથી!! પણ રામુ સવલીનું ખૂબ ધ્યાન રાખે!! રામુ સવલીને