ઉદ્‌ઘાટન

(26)
  • 2.7k
  • 6
  • 1.1k

“ઓ માડી....... ઓ ભગવાન” લક્ષ્મી ચીસ પાડતા ખુરશી પર બેસી ગઈ. એને નવમો મહીનો જઈ રહ્યયો હતો. “લખીયા, જા જલ્દી તારા બાપાને બોલાવી લાવ.” લક્ષ્મીની ઘરડી સાસુ જીવીબહેનને એ સમજતા વાર ન લાગી કે હવે પ્રસવ પીડા શરૂ થઈ ચુકી હતી. ગલીમાં રમતાં લખીયાએ દાદીના આદેશને કોઈ ચુંચા વિના સ્વીકારી તરત દોડ્યો. ગલીના નાકે એને બાપ કાંતિ એક કરિયાણાની દુકાનમાં નોકરી કરતો હતો એને જઈને બોલાવી લાવ્યો. ઘરમાં ધુસતાં જ એણે પૂછ્યું “શું થયું? ” “વહુને દવાખાને લઈ જવી પડશે, જલ્દી.......૧૦૮ બોલાવને.”જીવીબેને કહ્યું. એણે તરત ૧૦૮ ઉપર ફોન લગાવ્યો. પણ સામેથી કહેવામાં આવ્યું “તમારા વિસ્તારમાં અત્યારે આવવું શક્ય