પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 10

(30)
  • 4.7k
  • 6
  • 1.8k

ગામ આખામાં મથુરા જેવો મજબૂત જુવાન શોધ્યોય ના જડે. વીસ વર્ષની ઉંમર હશે એની. એ આખો દહાડો ગાયો ચારતો. દૂધ પીતો, કસરત કરતો. કુસ્તી લડતો. ને પાવો વગાડતો. આમ તેમ ફર્યા કરતો. આમ તો એ પરણેલો હતો પણ કોઇ સંતાન ન હતું. ઘેર ખેતીવાડીય ખરી. ભાઇઓ સાથે હળીમળીને એ ખેતી કરતો. મથુરા આખા ઘરનું નાક હતો.