ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 3

(274)
  • 8.6k
  • 33
  • 5.1k

રાત કોઈ પણ જાતની ઘટના વિના પસાર થઈ. હાર્ડિંગ વગેરે બધા ગુફામાં હતા. ચાંચિયાઓએ ટાપુ પર ઊતરવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. રાતના છેલ્લા ગોળીબાર પછી તદ્દન શાંતિ હતી. એ ઉપરથી એવી શંકા ગઈ કે ચાંચિયાઓ પ્રતિસ્પર્ધી જોરદાર છે એમ માનીને રાતના જ કિનારો છોડીને ચાલ્યા ગયા હોય. પણ હકીકતમાં એમ બન્યું ન હતું. વહેલી સવારે હાર્ડિંગ વગેરેએ જોયું કે ગાઢ ધુમ્મસ વચ્ચે ‘ઉતાવળું’ ચાલ્યું આવે છે.