ક્ષિતિજ ફરી પાછું સૂરજના કિરણોથી ચમકવા લાગ્યું હતું. દિવસ ફરી પાછો એ જ રફતારથી ચાલવા લાગ્યો હતો. સૂરજ તેના સોનેરી કિરણો અને તેનામાં રહેલા તાપ ને ધરતી પર વરસાવીને તેની પરીક્ષા કરી રહ્યો હતો તો સામે ધરતી પણ તેને પછડાટ આપતી હોય તેમ તેનો તાપ તે હસતા મોઢે ઝીલી રહી હતી. કોણ જાણે કેમ આજનો દિવસ એ આરવ માટે કંઈક અલગ જ યોજના બનાવી હતી તે લઈને આવ્યો હતો. એ ન તો જાણતો