નો રીટર્ન-૨ ભાગ-૭૭

(316)
  • 7.1k
  • 21
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૭૭ “ પવન... સબૂર... “ એક ચીખ મારા કાને અફળાઇ અને કોઇક મારી ઉપર આવીને પડયું. હું ખળભળી ઉઠયો. મારું સંપૂર્ણ ધ્યાન સામેની તરફ હતું એટલે પાછળ શું થઇ રહયું છે એની બીલકુલ ખબર નહોતી. એ વ્યક્તિ સીધી જ મારી ઉપર ખાબકી હતી અને પછી તેનાં મો માંથી દર્દ ભર્યો ઉંહકારો નિકળ્યો હતો. ઘડીક તો સમજાયું નહી કે શું થયું..! પરંતુ ક્ષણનાં ચોથા ભાગમાં હું પડખું ફર્યો હતો. “ ઓહ ગોડ, અનેરી તું...? “ મારા આશ્વર્યનો પાર નહોતો. એ અનેરી હતી. “ હટ અહીથી... “ તેણે મને ધક્કો માર્યો અને લગભગ ચીખતા શ્વરમાં એ બોલી,