બડે પાપા - પ્રકરણ પાંચમું - રંજનકુમાર દેસાઈ

(15)
  • 3.2k
  • 5
  • 1.6k

ગરિમાની સગાઈ થઈ ગઈ હતી . સત્યમ તે વિશે બિલકુલ અજાણ હતો  .ગરમીની છુટ્ટીમાં તેના લગ્ન થવાના હતા .તેના ખાસ મિત્ર અનુરાગે તેને જાણકારી આપી હતી . પણ સત્યમ તે વાત માનવા સ્વીકારવા તૈયાર નહોતો !  તેની બહુ જ મોટી વજહ હતી . શાળામાં તેની સાથે ભણતા એક મિત્ર સુદેશે તેના કૉલેજના મિત્રો વિશે તેના કાનમાં વિષ રેડ્યું હતું .'  તારા બધા જ મિત્રો બોગસ છે . કોઈનો પણ વિશ્વાસ નહીં કરીશ .' અનુરાગે તેને માહિતી આપી ત્યારે તેનાં  કાનમાં તે મિત્રની વાતો ગુંજી રહી હતી . તેથી જ સત્યમને તેની વાતમાં વિશ્વાસ આવ્યો નહોતો અને તે બિન્દાસ ગરિમાની દિશામાં આગેકૂચ