તમાચો.

(37)
  • 1.9k
  • 1
  • 853

બસ માં બેસતા પહેલા જ અમિત પેટ ભરી નેં જમ્યો. રજત એ તેને ત્રણ વખત ચેતવ્યો હતો કે, લાંબી મુસાફરી છે, પેટ ખાલી નહીં રાખતો, અનેં ખોટા ડુચ્ચાં પણ નહીં ખાતો, પોતાના મિત્ર ની આવી ઉપયોગી સલાહ માનવા ના બદલે અમિત એ પેટ ભરી નેં ફાસ્ટ ફૂડ ખાઈ લીધું, અમિત એવી વિચારધારા માં માનવ વાળો વ્યક્તિ હતો કે જાજી ચિંતા કરવી નહીં જે થાય તે જોયું જશે. સફર જેવી આરંભ થઇ કે તુરંત કંડક્ટર એ બસ માં, માથા-ફાળ મ્યુઝિક ચાલુ કર્યું, રજત થોડી જ વાર માં અકળાઈ ગયો, અનેં તુરંત બોલી ઉઠ્યો, ભાઈ આ મગજમારી થોડી ધીમી કરી નાખ નેં?