નિર્ણય-

(28)
  • 3.5k
  • 3
  • 1.2k

દોઢ વર્ષ નાં અનિકેતને છાતી સરસો ચાંપી પોતે જાણે કોઈ ગુનો કર્યો હોય એમ રડી પડી. મનોમન નક્કી કર્યું હતું કે પોતાના બાળકના ભવિષ્યને પોતે કોઈ સંજોગોમાં ખરડાવા નહી દે, અને એના માટે એ કોઈ પણ હદ સુધી જશે. અનિકેતને એકીટશે નિહાળતા એ 3 વર્ષ પહેલાંના પોતાના ભૂલ ભરેલા ભૂતકાળ માં ખોવાઈ ગઈ.. અનાહિતા, તારા જન્મ પર મારી છાતી ફૂલી નહોતી સમાતી, પણ આજે એમ થાય છે કે તારા જેવું સંતાન હોય એના કરતા ના હોય એ વધુ સારું. તું એ છોકરા સાથે લિવ ઇન રિલેશન માં રહેવા કેમની સહમત થઈ, અને એ પણ તારી કોર્પોરેટ જોબ છોડીને..