તું અને હું અને આપણે એ ફળીયામાં નવી પરણીને આવી હતી. ઉંમર પચીસની આસપાસની હશે.ફળીયામાં ઘણી નવી પરણેલી ભાભી હતી. પણ એને જોયા બાદ થયું, આની તોલે કોઈ ના આવે, અપ્સરાને પણ ઈર્ષા થઇ આવે એવી સુંદરતા.નામ હતું,નયના. ઍક દિવસે ઘરે કોઈ હતું નહિ અને નયના આવી ચડી.મને કાઈ સૂઝ ના પડી તો મેં ફક્ત પાણીનો ગ્લાસ ભરીને આપ્યો.એ બેઠી હતી કોઈ વાત ના થઇ પણ થોડીવાર બાદ એણે પૂછ્યું, "ભણો છો? " "હા"તૂટતા અવાજે હું બોલ્યો.