નો રીટર્ન-૨ ભાગ-૭૬

(320)
  • 6.4k
  • 12
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૭૬ અનેરી બોલી એ શબ્દોનો સંદર્ભ મારે સમજવો જોઇતો હતો, પણ અત્યારે મારૂં ધ્યાન બીજે હતું. અમારે જેમ બને એમ જલ્દીથી જોશને શોધીને અહીથી ભાગવાનું હતું. જો આદીવાસીઓ એક વખત જાગી ગયા તો ફરી પાછું સમરાંગણ ખેલાયા વગર રહે નહી. અને હવે એવું થાય એ હું બીલકુલ ઇચ્છતો નહોતો. મારું સંપૂર્ણ ધ્યાન અમે પકડેલા આદીવાસી ઉપર હતું. તે ખામોશ બેઠો હતો પણ એનાં જીગરમાં બીક હતી કે ક્યાંક હું તેને ઉડાવી ન દઉં. મને ખ્યાલ નહોતો કે એ શું વિચારતો હશે, પણ તેનાં ચહેરાનાં ભાવ કંઇક અલગ જ હતાં. એ ભાગવાની ફીરાકમાં હતો. હું કોઇ ગફલત