લાગણીનો રિપોર્ટ પોઝિટિવ: માતાના મૃત્યુની પ્રતીતિ

  • 2.4k
  • 2
  • 817

AANAD ઉઠ્યો, તેના ઉઠ્વાની સાથે જ તેના ચહેરાના હાવભાવ પારખીને રૂમમાં લાગેલા સેંસરોએ રૂમનું વાતાવરણ અને રંગોને બદલી નાખ્યા. AANAD નું શહેર એક મોટી મજબુત આસમાની ચાદરથી ઢંકાયેલું છે, એક શહેરથી બીજા શહેર જવા માટે સુરંગો પથરાયેલ છે, જેમાં પ્રદુષણવિહીન વાહનો ચાલે છે. શહેરમાં ક્યાંય વ્રુક્ષો કે વનસ્પતિ ન હતી, છતાં શહેરનું વાતાવરણ આરોગ્યપ્રદ તથા ખુસનુમા છે.શહેરની બહાર વિશાળ ખેતરો આવેલા છે જ્યાં યંત્રો દ્વારા યંત્રવત ખેતી અને વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે, ખેતરોની વચ્ચે આવેલી નાનકડી ઓફિસમાં બેઠેલો માણસ યંત્રો પર દેખરેખ અને નિયંત્રણ રખે છે, કારખાનાઓ તો અહીં છે જ નહી, બધા જ કારખાના રણ વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યા