મારો પ્રેમ અને તારી વાર્તા - 2

(17)
  • 5k
  • 5
  • 2k

પાછળના લેખમાં જાણ્યું કે પૂજને સાહસ કરીને દિશા સામે પ્રેમુલ્ટી(પ્રેમની ઉલટી) કરી ,"વિલ યૂ મેરી મી? દિશાએ એટલા જ સાહસથી જવાબ વાળીને પૂજનનું દિલ ખંખેર્યુ. ખંખેર્યુ એટલા માટે કેમકે હજુ તોડ્યું નહોતું. પૂજન પાસે હજુ પણ દિશાના દીલને પીગળાવવાની તક હતી. દિશાની કોલેજ ફ્રેન્ડ સંધ્યાના ઘરે પાર્ટીનું આયોજન થયેલું હતું. પૂજન દિશાના ફ્રેન્ડ તરીકે અનામંત્રિત જગ્યાએ હાજરી પુરાવવા આવેલો હતો. અહીં મોટા ભાગે છોકરીઓનો જમાવડો હતો. ત્રીસ જણને આમંત્રણ હતું એમાથી સત્તર છોકરીઓ,આઠ છોકરા અને એક અનામંત્રિત પૂજન હતો. દિશાએ પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્યારથી જ પૂજન દિશાના દરેક ફ્રેન્ડને ગર્મજોશી પૂર્વક મળી રહ્યો હતો. કોઈ કોઈ ઉત્સાહી ફ્રેન્ડ દિશાને તો હગ