નો રીટર્ન-૨ ભાગ-૭૪ ભયંકર આશ્વર્યથી હું સાંભળી રહયો હતો. વિનીત ક્રેસ્ટોની સાથે હતો એ તાજ્જૂબીની વાત હતી. અમે ઝડપથી ક્રેસ્ટોની પાછળ ચાલ્યાં. ક્રેસ્ટો આગળ વધ્યો અને એક જગ્યાએ અમને લઇ આવ્યો. ત્યાં અંધારામાં કોઇ કણસતું હોય એવો અવાજ મારા કાને પડયો. “ વિનીત...! “ જબરા આશ્વર્યથી હું તેની પાસે દોડી ગયો. “ શું થયું તને ? ” “ એ ઘાયલ થયો છે. એની પાંસળીમાં તીર વાગ્યું છે. મેં તીર કાઢી તો નાંખ્યું છે પણ હવે તેને દવાખાના ભેગો કરવો પડશે. “ ક્રેસ્ટો બોલ્યો. જે સાવ અસંભવ બાબત હતી. અમે એમેઝોનનાં ગીચ જંગલોની વચાળે હતાં. અહી દવાખાનું તો