પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 6

(22)
  • 4.2k
  • 3
  • 1.9k

‘‘ત્યાં ઓસરીમાં જ ઊભી રહેજે’’ - પરશુરામે કહ્યું. મર્યાદાએ પ્રતિભાવ આપ્યો - ‘‘કેમ, મારાથી અભડાઇ જવાશે?’’ ‘‘આટલા દહાડા તું ક્યાં હતી? કોની સાથે રહી હતી? કેવી રીતે રહી હતી? અને અહીં કોની સાથે આવી?’’ ‘‘આ વેળા એ બધું પૂછવાની છે? શું ફરીવાર વખત નહીં મળે?’’ ‘‘હા, આ જ વેળા છે. નદીએ નાહીને તો મારી સાથે આવી હતી તું. મારી પાછળ પાછળ જ ચાલતી હતી.ને. પછી તું એકાએક ક્યાં અદ્રશ્ય થઇ ગઇ હતી?’’