રાખડીનો સંબંધ

(14)
  • 1.9k
  • 2
  • 691

આ હર્ષ ને શુ થયું છે? કેમ આજ બાર મહિનાના તહેવારે પણ એના ચહેરા પર આનંદ નથી? એનું દુઃખ તો આપણે સૌ જાણીએ છીએ અને એમાંય આજ નો દિવસ..... ખબર નહિ, પણ છેલ્લા ઘણા દિવસથી તે સાવ અલગ જ વર્તન કરે છે...!! છેલ્લા એક અઠવાડિયાથી તો એ રોજ દિવસ માં દસ વાર ઓફિસેથી ઘરે ફોન કરીને એકજ સવાલ પૂછે છે મમ્મી, કોઈ ટપાલી કે કુરિયર વાળો આવ્યો હતો? કઈ કાગળ કે કવર આપી ગયો છે? અને જો હું ના કહું તો કહે... મમ્મી તને ખબર નહિ હોય એ કદાચ જીવણકાકા ને આપીને ગયો હશે તું એમને પૂછ, એમણે ક્યાંક