નસીબ ના ખેલ - 3

(128)
  • 7.1k
  • 9
  • 3.4k

ધીરુભાઈ ખૂબ મુંજાતા હતા , મોટાભાઈ સાથે રહેતા હતા ત્યારે એક બે મિત્ર બન્યા હતા ધીરુભાઈ ના, અને જૂનાગઢ નોકરી કરતા હતા ત્યારે  હંસાગૌરી એ 100/150 જેટલા રૂપિયા બચાવ્યા હતા , એ પૈસા માંથી ધીરુભાઈ ધરા ની દવા લાવ્યા અને  બાકી ના પૈસા ધરા માટે  દૂધ લાવવા રાખ્યા, સમય એ હતો કે ધરા ને દવા અને એને દૂધ સાથે થોડું ખવડાવી દેતા પણ બન્ને પતિ-પત્ની સાવ ભુખ્યા સુઈ જતા,  અને બહુ ભૂખ લાગે તો થોડી સિંગ ખાઈ લેતા... પણ ધરા આ બધી વાત થી અજાણ હતી,  પોતાની બાળ-સહજ મસ્તી મા જ રમતી હતી... આ બાજુ ધીરુભાઈ કામ મેળવવા સંઘર્ષ કરતા