એક એવી સ્કૂલ કે જ્યાં રિસેસ જ છે ! સ્કૂલ હોય તો આવી, હેં ને ? સ્કૂલ શબ્દ કાનમાં પડતા જ આપણી આંખની સામે એક જ દૃશ્ય ખડું થાય – બિલ્ડિંગ, વર્ગો, બેન્ચ, બ્લેક બોર્ડ, ચોક અને હવે કદાચ વ્હાઈટ બોર્ડ અને માર્કર અને બેલ. આ બધું એટલે સ્કૂલ. એક એવી જગ્યા કે જ્યાં બાળપણમાં જવામાં કંટાળો આવતો અને ધીમે ધીમે મોટા થતાં ગયાં એમ સારા ભવિષ્યની ચિંતાએ જવું પડતું. પણ આજે એવી એક સ્કૂલ વિશે વાત કરવી છે જ્યાં ‘કાયમી રિસેસ’ જ છે. સડબરી વેલી Sudbury Valley એક એવી સ્કૂલ છે જ્યાં અભ્યાસક્રમ નથી, કોઈ વર્ગો નથી, કોઈ ગ્રેડ