મૂંગો પ્રેક્ષક

(13)
  • 2.4k
  • 2
  • 920

સવારના પહોરમાં જ વર્તમાન પત્રની હેડ લાઈન્સ વાંચી હું ચોંકી ઊઠયો . પૂનાના જાણીતા અનીતિના ધામમાં ધાડ પડયાનો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો . મારા બોસની તસવીર સાથે નીલાની તસવીર પણ છપાઈ હતી . તે નિહાળી મારા હૈયામાં વેદનાની અાગ ભડકી ઊઠી . મારી અાંખો સમક્ષ દશ્યોની લાંબી વણઝાર શરૂં થઈ ગઇ .રાતના દસેક વાગ્યાના સુમારે ઓવર ટાઈમ કરી થાકયો પાકયો હું ઓફિસેથી નીકળી યુનિવર્સિટી માર્ગે ચર્ચગેટ ભણી અાગળ ધપી રહ્યો હતો ત્યારે બીજી વાર મેં નીલાને જોઈ હતી . તેણે સહાય માટે મારા ભણી મીટ માંડી હતી . પરંતુ પારકી પળોજણમાં ન પડવ