? મારું પ્રવાસ વર્ણન ?‘ભોમિયા વિના મારે ભમવું છે આ દુનિયા,ઋષિવનની કુંજ કુંજ જોવી છે મારે.’ પ્રવાસનું નામ સાંભળતાં ભલભલાં માણસનું મન થનગની ઉઠતું હોય છે .પ્રવાસનાં પહેલાં દિવસે મારા જેવા મિત્રો તો નાસ્તાનું આયોજન કરતા હોય છે.જેમ જેમ પ્રવાસની તારીખ નજદીક આવતી હોય છે તેમ તેમ મન ચકડોળે ચડતું હોય છે એવા જ એક પ્રવાસનું આયોજન મારી કોલેજમાં થયેલ. આમ,મારી કર્મભૂમિ એવી અમારી કોલેજમાંથી વિધાર્થીમિત્રો દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રવાસ માટે સમગ્ર પ્રવાસનું આયોજન મિત્ર આરીફભાઈ અને દર્શનાબેન તથા સેજલબેન દ્વારા કરવામાં આવ્યું .તેમાં તેમજ પ્રવાસમાં જોવાલાયક રમણીય સ્થળોની પસંદગી સૌ વિધાર્થીમિત્રો સાથે મળીને