ભેદી ટાપુ - ખંડ બીજો - 20

(262)
  • 8.6k
  • 29
  • 5.3k

પેનક્રોફ્ટની આગાહી પ્રમાણે પવનનું તોફાન ઉપડ્યું. પવનની ગતિ કલાકે ચાલીસથી પિસ્તાલીસ માઈલ હતી. ખુલ્લા સમુદ્રમાં વહાણ આવા પવનના ઝપાટાથી હાલક-ડોલક થવા માંડે. સવારે છ વાગ્યે વહાણ અખાત પાસે પહોંચી ગયું હતું. પણ ભરતી હોવાથી અખાતમાં પ્રવેશવું મુશ્કેલ હતું. સદ્દભાગ્યે પવન જોરદાર હતો. પણ જમીનની ઓથ હોવાથી પડતી ન હતી. સમુદ્રનાં મોટાં મોટાં મોજાંઓ તેના તૂતક ઉપર જોરથી અથડાતાં હતા. રાત્રિ દરમિયાન, હાર્ડિંગ અને સ્પિલેટને વધારે વાતચીત કરવાનો મોકો મળ્યો ન હતો પણ ઈજનેરે કાનમાં જે કહ્યું એટલાથી સ્પિલેટને ઘણો બધો ખ્યાલ આવી ગયો હતો. આ ટાપુના ભેદભરયુક્ત વાતાવરણ વિષે એ મનમાં વિચારતો હતો.