ગુજરાતી ભાષાની પથારી ફેરવતી આજની 'ગુજરેજી !'

  • 2.8k
  • 1.1k

‛ગુજરેજી..? અલ્યા, માળું આવું કેવું નામ ? ગુજરેજી એટલે...?’ ‛સુ વાત કરે છ લ્યા ! ગુજરેજી નહિ ખબર ? તૈયેં તું મુઓ બહુ મોટી હોંશિયારીઓ મારે છ, તો આની ખબર નહિ રાખતો ?’ ‛બે... નહિ ખબર લ્યા.’ ‛હાંભળ, ઈંગ્રેજી રયુંને એને ગુજરાતી હાઇરે મેળ નો પડતો હોય તોય તોડી મરોડીને બાંધી મેલીએ ને જે નવી કહેવાતી ભાષા ઉદ્દભવે ઈને ગુજરેજી કહેવાય. ઈમાં ગાય રોજ દૂધ આપે છે એવું નો આવે. ઈમાં કાઉ એવરીડે મિલ્ક આપે છે, એવું આવે. હમજ્યો ?’ ‛હેં.. હેં.. હેં.. હેં.. આ તો ઓલા પીઝાના રોટલા પર દાળભાત ચોપડીન ખાતા હોઈએ એવું લાગે.’ ગઈ કાલે ભગો