નાદાનિયત

(13)
  • 1.7k
  • 2
  • 577

હાથમાં આલ્બમ લઇ તરુલતાબેન સોફા ઉપર બેઠા. આજે કેટલાય દિવસો પછી આવી શાંતિની પળો માણવા મળી હતી. આલ્બમ ઉઘાડતાં જ પોતાનો અને નંદનભાઈનો યુવાન વયનો ફોટો જોઈ તેમના ચહેરા ઉપર રતાશ ધશી આવી. લગ્ન સમયે સુંદરતામાં તેમણે જાણે હિરોઈનને પણ માત ખવડાવી હતી. આલ્બમના પાના બદલાતા ગયા તેમ તેમ જૂની યાદો તાજી થતી ગઈ. આજે જાણે જૂની યાદોને તાજા થવાનો અવસર હતો. લગ્નમાં આવેલો પોતાનો પરિવાર પણ કેટલો ખુશ હતો. મમ્મી - પપ્પા અને ભાઈ-ભાભી, વળી સાસુ-સસરા અને નણંદ - નણંદોઈ. બધાયના સાસરિયામાં શું હોઈ છે ! તે તો તેઓ જ જાણે, પરંતુ પોતાનું સાસરું તો સાસરું જ ક્યાં હતું