વિષાદ યોગ- પ્રકરણ-15

(181)
  • 7.2k
  • 7
  • 4.9k

નિશીથની કારમાં ચાર પાંચ કલાકની મુસાફરી પછી તે લોકો સિહોર પહોંચ્યાં એટલે કશિશે કહ્યું “નિશીથ કાર ઊભી રાખ ચા પીવી છે.” “હા આમ પણ પપ્પાએ જે એડ્રેસ આપ્યું હતું તેમાં પણ સિહોર-ભાવનગર વચ્ચેથીજ ક્યાંક વળવાનું હતું, એટલે હવે અહીં કોઇને પૂછવું પડશે.” એમ કહી નિશીથે કારને સાઇડમાં લીધી અને એક ચાની લારી પાસે ઊભી રાખી. કશિશ સમીર અને નિશીથ ત્રણેય નીચે ઊતર્યા અને ચાની લારીવાળાને ત્રણ સ્પેશિયલ ચાનો ઓર્ડર આપ્યો. લારીવાળો પણ ઓર્ડર મળતા કામમાં લાગી ગયો. નિશીથે આજુબાજુ જોયું તો હાઇવે ગામની બહારથી પસાર થતો હોવાથી બહું લોકો નહોતા. ચાની લારી પાછળ બે ત્રણ વૃધ્ધ બેસી ગપ્પા મારી