આભાસ-૨

(122)
  • 2.8k
  • 6
  • 1.4k

એ ચેહરો જોઈ સૌમ્ય બોલી ઊઠ્યો, ત..ત...ત..તું? આટલું બોલ્યો કે અચાનક પાવર ચાલુ થયો.અજવારુ થતા જ જોયું તો કઈ હતું જ નહીં.પરંતુ સૌમ્ય ને એ ચેહરો યાદ રહી ગયો હતો.એ ફટાફટ ઘરે જવા નીકર્યો. રસ્તા માં પણ એજ વિચારો એનો જ વિચાર આવી રહ્યો હતો.એનું શરીર કાર ના ફૂલ એસી માં પણ પરસેવે રેબઝેબ થઈ રહ્યું હતું. હા,એજ હતી..એ દિશા જ હતી..,એ મનોમન બોલ્યો.પણ આવુ કેવી રીતે શક્ય બની શકે.એને પોતાની કૉલેજ સમય ની છેલ્લી બર્થડે પાર્ટી યાદ આવી.રાત્રિ ના સમયે ઘરે જતા નશામાં ચકચૂર બનેલા મિત્રો અને પોતે.સુમસામ રસ્તા પર એકલી ઉભેલી દિશા ,અને પોતે આપેલી લિફ્ટ,નશામાં ભાન ભૂલી ગાડી માં બેઠેલી