સરનામું.

(27)
  • 2.5k
  • 6
  • 745

“મને તો આ સરનામે જ નોકરી જોઈએ.” શાશ્વતના આઈ-કાર્ડમાં રહેલું ઓફિસનું સરનામું બતાવતા સુરેખાએ કહ્યું. કચેરીનું સરનામું : બીજો માળ, આરોગ્યભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર. શાશ્વત અને સુરેખા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. ગૌણ સેવાની પરીક્ષા પાસ કરતાં શાશ્વતને હમણાં જ નોકરી મળી હતી. સુરેખા હોમિયોપેથીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. “હા. મારી ડોક્ટર, હા. તારે આમેય કોલેજ અને ઈન્ટર્નશીપ પૂરી કરતાં બે વર્ષ તો લાગી જ જશે ને? હાલ તો તું માત્ર ભણવામાં ને પરીક્ષાની તૈયારીઓ કરવામાં ધ્યાન આપ.” શાશ્વતે કહ્યું. “એ તો હું કરીશ જ. પણ