સાંજનુ એ દ્રષ્ય ખુબ જ રમણીય હતુ.પંખીઓના કલરવથી આકાશ ગુંજી રહ્યુ હતુ.પંખીઓ પોતાના માળામાં જવાની તૈયારીમાં હતા.સુરજ પણ ઢળવાની તૈયારીમાં જ હતો.પશ્ચિમનુ આખુ આકાશ સુરજના લાલ રંગથી ભરાઇ ગયુ હતુ.તળાવના કિનારે આવેલા મોટા લીમડાના વૃક્ષની નીચે આવેલા એ નાનકડા શિવમંદીરની શોભામાં આ દ્રષ્યથી આજે કઇંક ઓર જ વધારો થઇ રહ્યો હતો.આજે મહશિવરાત્રીનો તહેવાર હતો તેથી મંદીર પર લોકોની ભીડ જામેલી હતી.ગામની બહાર તળાવના કિનારે આવેલા આ મંદીર પર સાંજની આરતીમાં રોજ તો ખુબ જ ઓછા લોકો આવતા હતા પણ આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે લોકોની સારી એવી ભીડ જામી હતી. ગામનાં લોકોમાં આજે કઇક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો