નાતરું - ૧

(96)
  • 2.8k
  • 6
  • 1.2k

નાતરું-૧ હાંફળુંફાંફળું થતું બાળક પૂરપાટે દોડી આવતું હતું. જાણે સિંહ વાહે પડ્યો હોય ને હરણકું જીવ લઈને ભાગતું ન હોય, એમ! પગમાં ચંપલ ન જોવા મળે કે ન જોવા મળે નાજુક નમણા ચહેરા પર નૂર.ગભરામણથી પૂરઝડપે દોડ્યે આવતા બાળક પર એક જ સાથે બે સ્ત્રીઓની નજર પડી. ને એમાંથી એકનું હ્રદય ધબકારો ચૂકવા માંડ્યું. દોડતું આવતું બાળક એક ઘરડી સ્ત્રીની જવાન ગોદમાં છુપાયું. દાદીના ખોળામાં એણે રાહતનો આબાદ દમ લીધો.દાદીએ બચીઓ ભરી. ઓવારણા લીધા. માથે હેતાળ હાથ ફેરવ્યો. બાળક શાંત થયું. હીબકા જરાક શમ્યા. છાતી હજી ધડાક ધડ થતી