વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં,તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે,શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી,પણ શું મેળવો છો એમાં જ જીવન છે ! મહીસાગર નદીના ખોળે આવેલ ચરોતર પ્રદેશની આ વાત છે. આસરમા નામનું રળિયામણું ગામ આવેલું છે. આ ગામના લોકો મોટે ભાગે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે. કુદરતના ખોળે રમતું આ ગામ મને ખૂબ ગમે. એમાંય વળી શિયાળામાં તો અમને ખૂબ મજા આવતી. આવી જ એક શિયાળાની રાત્રે હું અને મારા મિત્રો ફરવા નીકળેલા. સુખ દુઃખની વાતો કરતા અને ચાલ્યા જતા