તમે ડિપ્રેશનમાં તો નથીને?

(23)
  • 4.1k
  • 8
  • 1.4k

આજકાલ ડિપ્રેશન ની બિમારી ભારતીયોમાં વાયુવેગે પ્રસરી રહી છે. આમ તો આ બિમારી અગાઉ વિદેશોમાં જ વધુ જોવા મળતી હતી પરંતુ વિદેશી માલ અને ફેશન ની જેમ હવે ભારતીયો ત્યાંની બિમારી પણ લેવા માંડ્યા છે.ડિપ્રેશન ઘણાં પ્રકારના હોય છે તેમ તેના તબક્કા પણ અનેક હોય છે. જો ડિપ્રેશન શરુઆતના તબક્કામાં હોય તો તેમાંથી બહાર આવતાં વધુ સમય જતો નથી. જો ડિપ્રેશનની અસર વધુ હોય તો કોઈ મનોચિકિત્સક અને ફેમિલી મેમ્બર ના સહકાર અને ઉપચાર થી તેમાંથી ધીરે ધીરે બહાર આવી શકાય છે પરંતુ જો આ બીમારી તેના અંતિમ તબક્કા સુધી પહોંચી ગઈ હોય અને તે વ્યક્તિ ને સહયોગ અને કોઈ