ધરતીની અજાયબી: લદ્દાખ “હમ જો ચલને લગે, ચલને લગે હૈ યે રાસ્તે… હાં..હાં ! મંઝિલ સે બહેતર લગને લગે હૈં યે રસ્તે.” આ ગીત એકદમ બરોબર જામે છે લદ્દાખની સફરને ! તો ચાલો બોરીયાબિસ્તરા બાંધો અને નીકળીએ રખડપટ્ટી કરવા લદ્દાખની. હં...હં કેમેરો ભૂલતા નહીં. ફોટોગ્રાફી માટે દુનિયાની ઉત્તમ જગ્યાઓમાંથી એક છે લદ્દાખ. લદ્દાખ જવાના ત્રણ રસ્તા છે : 1. સડકમાર્ગ 2. હવાઈમાર્ગ અને 3....હમણાં નહીં કહું ! મેં પસંદ કર્યો સડકમાર્ગ. હું લદ્દાખ ફરવા જનાર તમામ મિત્રોને સલાહ આપીશ, કે જો લદ્દાખ જવું હોય તો દસ દિવસનો સમય લઈ સડકમાર્ગે જ જજો. બાકી દિલ્હીથી દિલ્હી પાંચ