પ્રિય દર્દી

(15)
  • 3.9k
  • 1
  • 1.2k

પ્રિય દર્દી કુશળ હશો ! તમારા સ્વાસ્થ્ય ની જાળવણી માટે હરહંમેશ તત્પર રહેનાર ડૉક્ટર ના સપ્રેમ નમસ્કાર! આજે હું તમને પત્ર દ્વારા એક વાત કહેવા માગું છું.આશા રાખું છું કે તમે આ પત્રમાં લખેલી વાત ધ્યાનમાં રાખીને મારી લાગણી ને સમજી શકશો .આ ફક્ત મારી જ વાત નથી પરંતુ સમગ્ર ડૉક્ટર સમુદાયને સંલગ્ન વાત છે.જેને હું પત્ર દ્વારા વ્યક્ત કરવા માગું છું. હું વ્યવસાયે એક ડૉક્ટર છું. સુરત શહેર ની એક અદ્યતન હોસ્પિટલ ખાતે સેવા આપું છું. હું એક મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલ સંતાન છું.મારા માતા પિતાએ મને સખત પરિશ્રમ કરીને ભણાવ્યો છે.મારા પિતા એક કારકુન હતા અને મારી માતા પ્રાથમિક