નસીબ ના ખેલ - 2

(121)
  • 5.4k
  • 8
  • 3.4k

 મોટાભાઈ એ ઘર માંથી ચાલ્યા જવાનું કહી દેતા ધીરુભાઈ બિચાર બેઘટ થઈ ગયા...... પણ હિમ્મત ન હાર્યા... ભાઈ પાસે  અઠવાડિયામાં ઘર ખાલી કરવાનો સમય માંગ્યો .... અને મકાન શોધવા લાગ્યા...  અને ફકત 5 જ દિવસ માં મકાન મળી પણ ગયું... 150 રૂપિયા ભાડા માં એક લાંબો રૂમ મળ્યો..  રસોડું  પણ  એમાં જ આવી જાય... સંડાસ બાથરૂમ બહાર ઓસરી પડે એમાં હતા..  બે જણા માટે   ઘણું કહેવાય આ તો... તરત મોટાભાઈ ના ઘરે થી નીકળવાનું નક્કી કરી પોતાનો  સામાન ભરવા લાગ્યા,  નાનકડી ધરા પણ પોતાના રમકડાં લેવા લાગી... એક રેડિયો હતો નાનકડો જે ધરા ને  ખૂબ ગમતો હતો... એમા એ ગીત પણ