અવનિ સત્યમની ખબર કાઢવા નહોતી અાવી . તે વાતનો તેને ખૂબ જ અફસોસ થતો હતો. નાજુક સ્વભાવ એક ઘાતક બીમારી છે . માનવી જિંદગીભર તેની અાગમાં બળતો રહે છે ! તે સમયે તેને કોઈ સમજનાર ન હોય તો ? તેના મનને કદી શાંતિ મળતી નથી . ડો કારીન હાઈનના કથનનું જીવતું જાગતું ઉદાહરણ સત્યમ હતો . ગીતા બહેન પણ તે જ કક્ષામાં ફીટ થતા હતા .એક વાર કોઈ વાત પર મા દીકરા વચ્ચે ખટપટ થઈ હતી . ગીતા બહેન નાના છોકરાની માફક રિસાઈને બપોરના બાર વાગ્યે જ કયાંક ચાલી ગયા હતા .! સત્યમ અાખો દિવસ ઘરમાં એકલો જ હતો .