સેલ્ફી ભાગ-30

(508)
  • 6.6k
  • 34
  • 3.2k

રોહને રિવોલ્વર શુભમની તરફ તાકી રાખી હતી અને એનો હાથ ટ્રિગર પર હતો..રુહી અત્યારે શુભમ અને રોહનની રિવોલ્વર ની વચ્ચે દીવાલ થઈને ઉભી હતી.રુહી હજુપણ શુભમનો પક્ષ ખેંચી રહી હતી એ જોઈ રોહન પારાવાર ગુસ્સામાં હતો..અને આ ગુસ્સામાં જ એને રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી શુભમને વાગશે કે રુહીને એનો વિચાર કર્યાં વગર રિવોલ્વરનું ટ્રિગર દબાવી દીધું. ગોળી છુટવાનાં લીધે શાંત વાતાવરણમાં એક જોરદાર ધડાકો સંભળાયો..જેનો અવાજ સાંભળી આજુબાજુ વૃક્ષો પર સૂતાં પક્ષીઓ પણ ઉડવા લાગ્યાં.રુહી એ અનાયાસે જ ડરથી પોતાની આંખો મીંચી લીધી.રોહને જોયું તો એની રિવોલ્વરમાંથી છુટેલી ગોળી ન શુભમને વાગી હતી ના રુહી ને..આમ થતાં રોહનને