પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 2

(60)
  • 6.1k
  • 5
  • 3.2k

‘નવરસ’ ના સંપાદક પં. ચોખેલાલનાં ધર્મ પત્નીના અવસાન બાદ એમને સ્ત્રીઓ પ્રત્યે સવિશેષ લાગણી થવા માંડી છે. એમનામાં રસિકતાની માત્રા પણ વધી ગઇ છે. પુરુષ લેખકોના સારા લેખો પસ્તીમાં જતા પણ સ્ત્રી લેખિકાઓના ગમે તેવા લેખ એ તરત જ સ્વીકારી લેતા. એટલું જ નહીં. લેખના સ્વીકૃતિપત્ર સાથે એ પ્રસંશાનાં થોડાં વાક્યોય લખી નાખતા કે - ‘‘આપનો લેખ વાંચીને હૈયું ગદ્‌ગદિત થઇ જાય છે. ભૂતકાળ આંખો સમક્ષ સજીવ બને છે. આપની લાગણીઓ તો સાહિત્યસાગરનાં અણમોલ રત્નો છે.