સંજીવની

(18)
  • 1.6k
  • 1
  • 456

૧-અમરત્વ શ્રાપઆ જાદુગરોનો સમય હતો,દરેક જાદુગરો પોતાની અલગ-અલગ શકિતઓ ધરાવતા હતી,અમુક નબળા હતા,તો અમુક ખૂબ જ શક્તિશાળી અને આ શક્તિશાળી જાદુગરો વચ્ચે મોખરે રહેવા માટેનો સંઘર્ષ સતત ચાલતો. આ કાળના સૌથી શક્તિશાળી જાદુગરો ચાર ભાઇઓ હતા,જેઓ સૂર્યવંશી પણ કહેવાતા,તેઓ ક્યારેય પણ પોતાની શક્તિઓનો દુરઉપયોગ ન કરતા,તેમને પડકાર આપનારને એ હરાવતા,પણ હત્યા ન કરતા.છેલ્લા ૧૦૦વર્ષમાં આ ચારને ટક્કર આપી શકે એવો એકમાત્ર જાદુગર હતો. તેણે હજી સુધી ઘણા જાદુગરોને મોતના ઘાટ ઉતાર્યા હતા. તે ખૂબ જ ક્રૂર અને નિર્દયી હતો,જેથી તેને અંધકારનો રાજા ગણાવતા. સૂર્યવંશી ભાઇઓએ એને બસ હરાવવું ન હતું. એનો જીવ લેવો હતો એમણે.અંધકારનો એ રાજા પોતાના ‘તમશ’મહેલમાં રહેતો