કુંઢી અને ભૂરી

(27)
  • 2.2k
  • 1
  • 760

              ખુમાન નું ખોરડું પહેલેથી ભિહવાળું. ચાર બેન નો એક નો એક ભાઈ. નાનપણથી પિતાની છત્ર છાયા નહીં. તેમાં ચાર બેનો ના પ્રસંગો પતાવ્યા. ન્યાતમાં મોભા વાળું ખોરડું. જમીન તો ઘણી હતી પણ વ્યવહાર સાચવવા મોટાભાગની વેચાઈ ગઈ હતી. લઈને પાછા ના આપવાની દાનત હોત તો જમીન નો વેચવી પડી હોત. પણ ખુમાન ના ખોળિયામાં અલગ જ ફરિસ્તો રહેતો હતો.થોડી ઘણી જમીન હતી તેમાં પરસેવો પાડીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘરે આવેલ મહેમાન ને ખુમાન નો ભાવ જોઇ તેની પરિસ્થિતિનો ખ્યાલ પણ નહોતો આવતો. ખુમાન ને મોટી બે દીકરી ને ત્રીજા નંબરનો દીકરો. દીકરીઓ